દેશમાં જીરૂની જબરી છત વચ્ચે દોઢ મહિના પહેલા થોડો ઘૂંટાયેલ તેજીનો રંગ હાલ તો ઓસરી ગયો છે. જીરામાં સુધરતી બજારે ખેડૂતોને એમ હતું કે બજાર રૂ.૫૦૦૦ની સપાટી પકડી લેશે, પણ એવું બન્યું નહીં. આ વર્ષે ગત વર્ષની તુલનાએ જીરાનાં ઘટેલ વાવેતરથી ઓલ-અવર ઉત્પાદન પણ ઘટેલ જ છે, એ પાક્કી વાત છે, પરંતુ આગલા વર્ષનો માલ ભરાવો વધારે હોવાથી બજારમાં તેજીની રૂખ ટકતી નથી. આજે બજારો ઘટીને સિઝન પ્રારંભની બેસ્ટ જીરામાં રૂ.૪૦૦૦ અને મીડિયમ ક્વોલિટી જીરામાં બજારો રૂ.૩૭૦૦ થી રૂ.૩૯૦૦ સપાટીએ હતી, ત્યાં ફરી પહોંચી ગઇ છે
વિતેલ શિયાળે હવામાન બાબતે આગલા વર્ષની તુલનાએ થોડી સાનુકૂળ સ્થિતિ હોવાથી સારી માવજત કરનાર ખેડૂતોએ જીરામાં ધારેલ મણિકા લણ્યાનાં દાખલા અનેક છે. માર્ચનું મીની વેકેશન ખુલ્યા પછી એપ્રિલનાં પહેલા સપ્તાહ દરમિયાન જીરા બજારમાં થોડો જીવ આવ્યો હતો, પરંતુ એ લાંબો સમય ટક્યો નહીં. ફિલ્ડમાં નજર કરીએ તો કેટલાક સક્ષમ ખેડૂતોએ ગત વર્ષનું અને વિતેલ શિયાળે પાકેલ જીરૂ નીચા ભાવથી ઘેરમાં ભરી રાખ્યું છે.આજે
