• Home
  • જીરા ના આજના ભાવ
  • જીરૂમાં સુધરેલી બજાર ફરી ઘટીને ૨૦ કિલો એ રૂ.૪૦૦૦ની અંદર ગત વર્ષે આ સમયે જીરામાં તેજીનો રંગ ઘૂંટાયો હતો
Image

જીરૂમાં સુધરેલી બજાર ફરી ઘટીને ૨૦ કિલો એ રૂ.૪૦૦૦ની અંદર ગત વર્ષે આ સમયે જીરામાં તેજીનો રંગ ઘૂંટાયો હતો

દેશમાં જીરૂની જબરી છત વચ્ચે દોઢ મહિના પહેલા થોડો ઘૂંટાયેલ તેજીનો રંગ હાલ તો ઓસરી ગયો છે. જીરામાં સુધરતી બજારે ખેડૂતોને એમ હતું કે બજાર રૂ.૫૦૦૦ની સપાટી પકડી લેશે, પણ એવું બન્યું નહીં. આ વર્ષે ગત વર્ષની તુલનાએ જીરાનાં ઘટેલ વાવેતરથી ઓલ-અવર ઉત્પાદન પણ ઘટેલ જ છે, એ પાક્કી વાત છે, પરંતુ આગલા વર્ષનો માલ ભરાવો વધારે હોવાથી બજારમાં તેજીની રૂખ ટકતી નથી. આજે બજારો ઘટીને સિઝન પ્રારંભની બેસ્ટ જીરામાં રૂ.૪૦૦૦ અને મીડિયમ ક્વોલિટી જીરામાં બજારો રૂ.૩૭૦૦ થી રૂ.૩૯૦૦ સપાટીએ હતી, ત્યાં ફરી પહોંચી ગઇ છે

વિતેલ શિયાળે હવામાન બાબતે આગલા વર્ષની તુલનાએ થોડી સાનુકૂળ સ્થિતિ હોવાથી સારી માવજત કરનાર ખેડૂતોએ જીરામાં ધારેલ મણિકા લણ્યાનાં દાખલા અનેક છે. માર્ચનું મીની વેકેશન ખુલ્યા પછી એપ્રિલનાં પહેલા સપ્તાહ દરમિયાન જીરા બજારમાં થોડો જીવ આવ્યો હતો, પરંતુ એ લાંબો સમય ટક્યો નહીં. ફિલ્ડમાં નજર કરીએ તો કેટલાક સક્ષમ ખેડૂતોએ ગત વર્ષનું અને વિતેલ શિયાળે પાકેલ જીરૂ નીચા ભાવથી ઘેરમાં ભરી રાખ્યું છે.આજે

Releated Posts

ઉંઝા માર્કેટમાં જીરાના ભાવમાં સુધારો: નિકાસ માંગના કારણે બજાર તેજ

ઉંઝા માર્કેટમાં જીરાના ભાવમાં સુધારો: નિકાસ માંગના કારણે બજાર તેજ ઊંઝા, 01 ઓગસ્ટ 2025 – દેશની સૌથી મોટી…

ByByIshvar PatelAug 1, 2025

જીરુંના ઉત્પાદનમાં ગુજરાત દેશમાં કયા નંબરે છે

ગુજરાત, મસાલાનું સૌથી મોટું ઉત્પાદક, જીરુંનો સ્વાદ આપવામાં રાજસ્થાન કરતાં પાછળ છે, તેનું કારણ ‘પાણી’ છે. જીરુંનું સૌથી…

ByByIshvar PatelAug 11, 2024

જીરાના ભાવ ₹5,000 ની સપાટીથી નીચે પહોંચ્યા | જાણો આજના જીરૂ ના ભાવ

મસાલા પાક જીરાના ભાવમાં ધીમી ગતિએ સતત ઘટાડો થઈ રહ્યો છે, ઊંઝા માર્કેટયાર્ડમાં જીરાની આવકો ઓછી હોવા છતાં…

ByByIshvar PatelAug 7, 2024

આજના જીરા ના ભાવ | જીરા ના ભાવ માં ભુક્કા બોલાવતી તેજી | ઊંઝા માર્કેટ યાર્ડ ભાવ

નમસ્તે ખેડૂત મિત્રો આજે અમે તમને ઊંઝા માર્કેટ યાર્ડના ભાવ પોસ્ટમાં જણાવીશું જીરૂ વરિયાળી તલ ઇસબગુલ સુવા અજમો…

ByByIshvar PatelJul 27, 2024