છેલ્લા એક સપ્તાહ દરમિયાન રૂ બજારમાં ઘટાડા સાથે વેપાર થતો જોવા મળ્યો છે. જેની અસરથી 29એમએમ રૂ ગાંસડીના ભાવ ખાંડીએ ઘટીને રૂ.53900ની સપાટીએ આવી ગયા છે. જાન્યુઆરી મહિનાના પ્રથમ સપ્તાહ દરમિયાન રૂ ગાંસડીના ભાવમાં રૂ.54300ની સપાટી જોવા મળી હતી. જોકે, આ બાદ એમાં રૂ.400નો ઘટાડો થયો છે. વૈશ્વિક સ્તરે ન્યુયોર્ક કોટન વાયદામાં 68 સેન્ટથી પણ નીચેની સપાટીએ વેપાર થતો જોવા મળ્યો છે.
હાલની સ્થિતિએ ખેડૂતોને રૂ.1250થી રૂ.1525ની સપાટીની વચ્ચે કપાસના ભાવ મળી રહ્યા છે. આ સિઝન માટે ટેકાનો ભાવ રૂ.1505 છે. આથી મોટા પ્રમાણમાં ખેડૂતો ટેકાના ભાવે કપાસનું વેચાણ કરી રહ્યા છે. સમગ્ર દેશની વાત કરીએ તો અત્યાર સુધી કપાસની જે કુલ આવક થઇ છે એમાં લગભગ 45 ટકા આસપાસ જથ્થાની ખરીદી ટેકાના ભાવે થઇ છે. જીનર્સની ખરીદી આ સિઝનમાં ખુબ જ ઓછી રહી છે.
આ પણ વાંચો: મગફળીની ખરીદી પાંચ લાખ ટન થઇ