ગુજરાતમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી 5 લાખ ટનને પાર પહોંચી છે. છેલ્લા બે મહિનાથી પણ વધુ સમયથી મગફળીની ખરીદી થઇ રહી છે.
જેમાં છેલ્લા એક મહિનાથી મગફળીની ખરીદીની ગતિ પ્રમાણમાં વધી છે. ગુજરાતમાં 95 ખરીદકેન્દ્રો ઉપર મગફળીની ખરીદી થાય છે.
જેમાં એકલા જુનાગઢ જીલ્લામાં 31 ખરીદકેન્દ્રો કાર્યરત છે. આ બાદ રાજકોટ જીલ્લામાં 21 ખરીદકેન્દ્રો કાર્યરત છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે આ સિઝન માટે ગુજરાતમાં મગફળીની ખરીદીનો લક્ષ્યાંક સાડા આઠ લાખ ટન આસપાસ નક્કી કરવામાં આવ્યો છે. ફેબ્રુઆરી મહિનાના પ્રથમ સપ્તાહ સુધી મગફળીની ખરીદી ચાલુ રાખવામાં આવશે. આ સિઝન માટે મગફળીનો ટેકાનો ભાવ રૂ.1356 જાહેર થયો છે. જ્યારે લાંબા સમયથી મગફળીના બજારભાવમાં રૂ.1200ની આસપાસની સપાટી જોવા મળી રહી છે.
આ પણ જુઓ : કુદરતી ખેતી અને સજીવ ખેતી વચ્ચે શું તફાવત છે? અહીં સંપૂર્ણ ગણિત સમજો
આ પણ જુઓ : તમે ઘઉં માટે DAP ખરીદવામાં છૂટી શકે છે પરસેવો જાણો DAPની આયાત કેટલી ઘટી છે