લીલા દુકાળ માટે ખેડૂતોએ તૈયાર રહેજો!
થોડા વિરામ બાદ ફરી છેલ્લાં કેટલીક દિવસથી રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે કે, હવે પછીની વરસાદી સિસ્ટમ ખૂબ જ મજબૂત રહેશે અને અમુક જગ્યાએ તો 10 ઇંચ કે તેથી વધુ પણ વરસાદ પડી શકે છે. 23 અને 24 તારીખ દરમિયાન રાજ્યમાં ભરપૂર વરસાદના લાક્ષણિક દ્રશ્યો નોંધાતા રહેશે. 10 ઇંચ કરતાં વધુ વરસાદ ટૂંક સમયમાં પડી જાય તો ત્યાં અતિવૃષ્ટિ જેવો માહોલ પણ જોવા મળી શકે છે.

૨૨થી ૨૮ જુલાઈ સુધી વરસાદની શક્યતા
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગે આગામી ૨૨ જુલાઈના રોજ વરસાદની આગાહી કરી છે. ૨૨ જુલાઈ ૨૦૨૫ના રોજ દેવભૂમિ દ્વારકા, અમરેલી, પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં હલ્કાથી ભારે અને હલ્કાથી મધ્યમ વરસાદની શક્યતા છે. ૨૨થી ૨૮ જુલાઈ દરમિયાન વરસાદ પડી શકે છે, આવી સ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર એલર્ટ કરી દેવામાં આવ્યું છે.
હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે એટલે કે ૨૨ જુલાઈએ રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. આજે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. ભરૂચ, સુરત, નવસારી, વલસાડમાં ભારે વરસાદની આગાહી છે. અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગરમાં પણ ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. તેમજ અમદાવાદ, ગાંધીનગર, ખેડામાં પણ ઓરેન્જ એલર્ટ અપાયું છે. અરવલ્લી, મહિસાગર, જામનગર, મોરબીમાં ભારે વરસાદની આગાહી છે.
અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદને લઈને આગાહી કરી છે કે, રાજ્યમાં ૨૩ તારીખ બાદ વરસાદનું જોર વધશે. તેમજ અનેક ઠેકાણે ભારે થી અતિભારે વરસાદ પડી શકે છે. બંગાળના ઉપસાગરમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતા સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં મોઝમ વરસાદ થશે. ભારે વરસાદના પગલે નર્મદા અને સાબરમતી નદી ગાંડીતૂર બનશે.