WhatsApp Group Join Now
Telegram Group Join Now

બજારના તાજા અપડેટ્સ! આજરોજ, અજમાની બજાર સ્થિતી છેલ્લા ત્રણ દિવસ સુધી સરેરાશ ટકેલ છે

Advertisements

‎સૌરાષ્ટ્ર-ગુજરાતમાં છેલ્લા એકાદ સપ્તાહથી બધા વિસ્તારમાં વરસાદી વાતાવરણ હોવાથી જે માર્કેટયાર્ડમાં અજમાની આવકો થઇ રહી છે, તે થોડા ભેજવાળા માલો આવે છે. બજારો સામાન્ય વધ-ઘટે ટકેલી જોવા મળી છે. ઊંઝામાં એક સપ્તાહની તુલનાએ મીડિયમ અજમા માલમાં થોડો કરંટ દેખાયો છે. ઉપરનાં અને નીચલી વકલનો અજમા માં બજાર ટકેલ સ્થિતિમાં છે.

‎ઊંઝા માર્કેટયાર્ડ થી હરગોવનદાસ ગણેશદાસ પટેલ પેઢીનાં સિતારામભાઇ પટેલ કહે છે કે આજે 08, જુલાઇનાં રોજ 1000 બોરી અજમાની આવક ગત સપ્તાહની તુલનાએ જળવાયેલ રહી હતી. પ્રીમિયમ અજમો રૂ.2500 થી રૂ.2700, સુપર ગ્રીન રૂ.2300 થી રૂ.2500, બેસ્ટ માલ રૂ.2000 થી રૂ.2300, મીડિયમ માલ રૂ.1500 થી રૂ.2000, અવરેજ માલ રૂ.1300 થી રૂ.1500 અને ચાલુ માલમાં રૂ. 1000 થી રૂ.1300નાં ભાવથી વેપાર હતા. અજમાની બજાર ટકેલ સ્થિતિમાં છે.‎‎

જામનગર યાર્ડ ખાતેથી અક્ષર ટ્રેડીંગનાં સંજયભાઈ ભંડેરી કહે છે કે આજે 08, જુલાઈ મંગળવારે 1150 દાગીના અજમો અને 350 દાગીના કણીભૂસીની આવક થઈ હતી. અજમો રૂ.1400 થી રૂ.3100 અને કણીમાં રૂ.100 થી રૂ.850નાં ભાવ હતા. કણીભૂસીમાં એકદમ નબળા માલો આવે છે. છેલ્લા 3 દિવસ દરમિયાન

આ પણ જુઓ: બ્રિજ દુર્ઘટનાનો આ વીડિયો તમને હલાવી દેશે બ્રિજ દુર્ઘટનામાં 3ના મોત

અજમાની બજાર ટકેલ છે. થરાદ પાર્ડમાંથી જય સોમનાથ ટ્રેડીંગનાં ભાણજીભાઈ પટેલે જણાવ્યું આજે 08,જુલાઈનાં 130 બોરી સારો અને 60 બોરી વચલી ક્વોલીટી, એમ 200 બોરી અંદાજે અજમાની આવક હતી. આજનાં વેપારમાં સારો અજમો રૂ.1550 થી રૂ. 1750 અને નીચલી ક્વોલિટી અજમો રૂ. 1000 થી રૂ.1400 ભાવ થયા હતા. કણીભૂસીમાં રૂ.100 થી રૂ.300 ના ભાવ હતા, પણ આ ભાવે ખેડૂતો વેચવાલ ન હતા. આજે રાજકોટ યાર્ડમાં 12 ક્વિન્ટલ અજમાની આવક સામે સામે રૂ.960 થી રૂ.1600 નાં ભાવથી વેપાર ઉતર્યા હતા.‎

Advertisements