સતત નીચા ભાવના લીધે આ સિઝનમાં એરંડાના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. હાલની સ્થિતિએ ગુજરાતમાં 243858 હેક્ટરમાં એરંડાનું વાવેતર નોંધાયુ છે, જે ગત સિઝનમાં આ સમયે 443947 હેક્ટર હતુ. આમ, ગત સિઝનની સરખામણીએ હાલની સ્થિતિએ એરંડાના વાવેતરમાં 2 લાખ હેક્ટરનો નોંધપાત્ર ઘટાડો થયો છે. ગુજરાતમાં સામાન્ય રીતે 7 લાખ હેક્ટર આસપાસ જમીનમાં એરંડાનું વાવેતર થાય છે. આ વખતે આ આંકડો 5 લાખ હેક્ટર આસપાસ રહે એવી સંભાવના હોવાનું વેપારીઓએ સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ.
ગુજરાતમાં સૌથી વધુ એરંડાનું કચ્છમાં 85300 હેક્ટરમાં નોંધાયુ છે. આ બાદ બનાસકાંઠા જિલ્લામાં 31300, પાટણ જિલ્લામાં 27200, સુરેન્દ્રનગર જીલ્લામાં 26300 હેક્ટરમાં એરંડાનું વાવેતર નોંધાયુ છે. આ ઉપરાંત સાબરકાંઠા, અરવલ્લી, અમદાવાદ, મહેસાણા જિલ્લામાં પણ એરંડાનું વાવેતર થયુ છે. એરંડાના વિકલ્પ તરીકે ખેડૂતોએ મગફળી અને તુવેર જેવા પાકોનું આ વખતે પસંદ કર્યા છે. હાલની સ્થિતિએ એરંડાના ભાવમાં રૂ.1200 પ્રતિ મણની સપાટી આસપાસ વેપાર થઇ રહ્યો છે.
એરંડાનું સૌથી વધુ વાવેતર ગુજરાત રાજ્યમાં થાય છે. આ બાદ રાજસ્થાનનો ક્રમ આવે છે, થોડા પ્રમાણમાં દક્ષિણ ભારતમાં એરંડાનું વાવેતર થાય છે. ગુજરાતની જેમ દેશના અન્ય વિસ્તારોમાં પણ એરંડાનું વાવેતર નોંધપાત્ર રીતે ઘટ્યુ હોવાની સંભાવના છે. એરંડાનું વાવેતર ઓગસ્ટ મહિનાના અંત સુધી થયુ હોય છે. આથી સાચી સ્થિતિ ત્રણેક સપ્તાહ બાદ જ સ્પષ્ટ થશે.
હોમ પેજ ક્લિક કરો વોટ્સએપ ગ્રુપમાં જોડાવો