🌀 ગુજરાતીઓ સાવચેત રહેો! આગામી 72 કલાક ભારે વરસાદની આગાહી ☔
Gujarat Weather:
હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે આગામી 72 કલાકમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે.બંગાળના ઉપસાગર પરથી બનેલા મૌસમીય સિસ્ટમના કારણે મધ્ય ગુજરાત, અમદાવાદ, ગાંધીનગર સહિત ઉત્તર અને દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. ઓગસ્ટની શરૂઆત પણ વરસાદી રહી શકે છે.
તળાવ ફાટતાં ગામમાં પાણી ફરી વળ્યા
બનાસકાંઠાને મેઘરાજાએ ધમરોળ્યું છે. ભારે વરસાદને કારણે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ. વડગામના માનપુરા ગામે તળાવ ફાટી જતા પાણી ગામમાં ફરી વળ્યું હતું. ખેતીમાં ફેરફાર છે. વડગામ તાલુકામાં સાત ઈંચ જેટલો ભારે વરસાદ વરસ્યો છે. છાપીમાં પણ ઠેર ઠેર જગ્યાએ પાણી ભરાયા છે. પાણી ફરી વળતાં રસ્તાઓ પર વાહનચાલકોને ભારે હાલાકીની સામેનો વારો આવ્યો. વરસાદમાં એક મકાન પડી ગયું છે.

વરસાદના પાણીમાં વાહનો તણાયા
રાજ્યમાં મેઘરાજાની જોરદાર બેટિંગ જોવા મળી છે. જેમાં બનાસકાંઠા, પાટણમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે. આ સિવાય મહેસાણામાં પણ અનેક જગ્યાએ ભારે વરસાદ ખાબક્યો છે. વરસાદી પાણીમાં અન્ડરબ્રિજ કે કોઝવેમાં વાહન ફસાયા કે તણાયા હોવાની ઘટના સામે આવી છે. ખેરાલુ અન્ડર પાસમાં કાર ફસાઈ, લાલાવાડા કોઝવેમાં કાર તણાઈ, સતલાસણામાં ટ્રેક્ટર તણાયું હતુ. સદનસિબે કોઈ જાનહાની થઈ ન હતી.

ભારે વરસાદ, સીએમની બેઠક
રાજ્યમાં પડી રહેલા ભારે વરસાદને પગલે સીએમ ભૂપેન્દ્ર પટેલે સ્ટેટ ઇમરજન્સી કંટ્રોલરૂમ પરથી વરસાદની પરિસ્થિતિની માહિતી મેળવી હતી. સુરેન્દ્રનગર, પાટણ, અરવલ્લી, અમદાવાદ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા અને ખેડાના જિલ્લા કલેકટરો સાથે ટેલીફોનિક વાતચીત કરીને તેમના જિલ્લામાં વરસાદને કારણે સર્જાયેલી સ્થિતિની જાણકારી લીધી હતી. વહીવટીતંત્રને સતર્ક રહી ઇમરજન્સી ઓપરેશન સેન્ટર સાથે સંપર્કમાં રહેવા સૂચના આપી.
સિદ્ધપુરમાં નદીઓમાં ભારે પૂર આવ્યું
સિદ્ધપુર તાલુકામાં મેઘરાજા મન મુકીને વરસ્યા છે. તોફાની બેટિંગને કારને ઉપરવાસમાં ભારે પાણી આવક થતાં સિદ્ધપુર તાલુકાની અનેક નદીઓમાં પુર આવ્યું છે. સતત પાંચથી છ કલાક વરસાદને કારણે અનેક ગામડાઓ બેટમાં ફેરવાયા છે. ભારે વરસાદને કારણે તાલુકાની ખડીયાસણ પાસે પસાર થતી ઉમરદસી, મોયણી અને સરસ્વતી નદીમાં પુર આવ્યું હતુ. પુર આવતાં લોકોના ટોળા નજારો માણવા ઉમટ્યા. ખાસ કે, હવામાન વિભાગ આજે પણ અહીં એલર્ટ આપ્યું છે.

ભારે આગાહી તો હજી બાકી છે!
રાજ્યમાં હાલ વરસાદી માહોલ જામ્યો છે, ત્યાં ફરી અંબાલાલ પટેલની આગાહી આવી. અંબાલાલ પટેલે 29 જુલાઈ સુધી રાજ્યમાં ઉત્તર, મધ્ય દક્ષિણ અને સૌરાષ્ટ્ર, કચ્છના ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે. બંગાળની ખાડીમાં સર્જાયેલ સાયકલોનિક સર્ક્યુલેશન અને અન્ય સિસ્ટમના કારણે વરસાદી માહોલ છવાયો છે. ઓગસ્ટમાં 6 થી 10 અને 18 થી 21 તારીખે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. તેમજ 3 સપ્ટેમ્બરના રોજ પણ ભારે વરસાદની આગાહી છે.