તલની બજારમાં ભાવ અથળાઈ રહ્યા છે, ગુજરાતના માર્કેટયાર્ડમાં અત્યારે તલની કોઈ ખાસ આવક નથી અને દેશાવરની પણ ગુજરાતમાં નવા તલની થોડી થોડી આવક થઈ રહી છે, તલ ના વેપારીઓ જણાવ્યું હતું કે નવા તલની આવક ખૂબ જ નબળી ક્વોલિટીમાં આવી રહી છે, અને આ વર્ષે ચોમાસુ તલની ઉપર વરસાદ પડ્યો છે જેથી 70 થી 80% ક્વોલિટી મીડીયમ આવી રહી છે, ગુજરાતના ચોમાસુ તલમાં આ કારણથી ગમે ત્યારે કિલોએ બે થી ચાર રૂપિયા ને તેજી આવી શકે છે. સૌરાષ્ટ્રમાં તલ નો રસ્તો ખૂબ જ ઓછો પડ્યો છે, અને જેમની પાસે સ્ટોક પડ્યો છે એ પણ નીચા ભાવથી વેચાણ કરવાના મૂડમાં નથી.
રાજસ્થાનની તલની આવક ઊંઝા માર્કેટયાર્ડમાં રોજ 400 થી 500 બોરી ને આવક થાય છે અને ત્યાં પણ હવે ખેડૂતો વેચવાલ છે. રાજસ્થાનમાં ચોમાસુ તલનો પાક ખૂબ જ ઓછો થયો છે અને જે પાક આવે છે તેની ક્વોલિટીઓ પણ ખૂબ જ નબળી આવે છે તેવું વેપારીએ જણાવ્યું હતું.
બ્લેક તલમાં અત્યારે કોઈ મોટી મોમેન્ટ જોવા મળી નથી અને ગુજરાતમાં આવકો પણ 300 થી 400 બોરીને મર્યાદિત થઈ ગઈ છે
આ પણ વાંચો : ટ્રેક્ટર ચલાવવા માટે કડક નિયમો ભારે દંડ ભરવો પડશે જો નિયમો નું પાલન ન કરો તો
દિવાળી પછી ગુવારમાં તેજી આવી શકે છે જાણો શું છે આનું કારણ | જાણો આજના ગવાર ના ભાવ