📢 હવામાન વિભાગની આગાહીને ધ્યાનમાં રાખીને, રાજ્યના 12 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. આજે અમરેલી, ભાવનગર, નવસારી અને વલસાડ સહિત દમણ અને દાદરા નગરહવેલીમાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. રાજકોટ, બોટાદ, ગીર સોમનાથ, આણંદ, ભરૂચ, સુરત, તાપી અને ડાંગમાં યલો એલર્ટ છે.
#WeatherAlert #StaySafe #RainyDays
મોડાસાના માઝૂમ ડેમમાં પાણીની આવક
📢 મહત્વપૂર્ણ સમાચાર! અરવલ્લી પંથક અને ઉપરવાસમાં થયેલા વરસાદને કારણે, મોડાસાના માઝૂમ ડેમમાં પાણીની આવક થઈ છે. ડેમનું રૂલ લેવલ 155.06 મીટર જાળવી રાખવા માટે સિંચાઈ વિભાગે નદીમાં 3000 ક્યુસેક પાણી છોડવાનો નિર્ણય લીધો છે. 💧
📍 છેલ્લા 24 કલાકમાં જિલ્લાના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ થયો છે. આ પગલે 40 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.
જળબંબાકાર, 52 રસ્તા બંધ

🌧️ દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની મહેરબાની! નવસારી, ભરૂચ, અને સુરત સહિત અનેક વિસ્તારોમાં ભારે વરસાદ. આ સ્થિતિમાં સુરત, ઉધના, અને નવસારીના રસ્તાઓ પર પાણી ભરાઈ ગયું છે. 🛑 ભરૂચમાં જળબંબાકારની સ્થિતિ!
વાવાઝોડા અને પૂરના કારણે 43ના મોત
અમેરિકાના ટેક્સાસથી ખરાબ સમાચાર છે. અહીં વાવાઝોડા અને પૂરના કારણે 43 લોકોના મોત થઇ ચૂક્યા છે. મળતી માહિતી અનુસાર કેમ્પિંગ કરી રહેલી 23 બાળકીઓ ગુમ છે. 750 બાળકો નદી કિનારે કેમ્પિંગ કરી રહ્યા હતા. ત્યારે આ ઘટના ઘટી હતી. આ વાવાઝોડામાં મૃત્યુ આંક વધી શકે છે. હાલ બચાવ કાર્ય ચાલી રહ્યું છે. ગુમ લોકોને શોધવામાં આવી રહ્યા છે.
ભારેથી અતિભારે વરસાદ માટે તૈયાર રહેજો!

ગુજરાતીઓ માટે મોટા સમાચાર છે. રાજ્યમાં એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ ચૂકી છે. તેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના મળી છે. કેમ કે, દરિયા કાંઠે 40થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં 24 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. અમદાવાદ, ગાંધીનગરમાં સામાન્યથી મધ્યમ વરસાદ થઈ શકે છે.
દેશમાં વરસાદથી તબાહી!
દેશના ઘણા રાજ્યોમાં ભારે વરસાદ આફત બન્યો છે. વરસાદને કારણે નદીઓ અને નાળાઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. હિમાચલમાં નદીઓના પ્રવાહને કારણે 14 પુલ ધોવાયા છે, જ્યારે રાજ્યમાં 500 રસ્તાઓ સંપૂર્ણપણે બંધ છે. હિમાચલમાં પૂર અને ભૂસ્ખલનને કારણે અત્યાર સુધીમાં 69 લોકોના મોત થયા છે. MPના ઘણા જિલ્લાઓમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે, જ્યારે રાજસ્થાનમાં પણ સામાન્ય કરતા 137% વધુ વરસાદ પડી ચૂક્યો છે.