• Home
  • વરસાદ ની આગાહી
  • ભારે પવન સાથે વરસાદની આગાહી, અહીં એલર્ટ જારી | 24 કલાકમાં 226 તાલુકામાં વરસાદ
Image

ભારે પવન સાથે વરસાદની આગાહી, અહીં એલર્ટ જારી | 24 કલાકમાં 226 તાલુકામાં વરસાદ

કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, દ્વારકા, પોરબંદર, નવસારીમાં ભારે વરસાદને લઈ આજે ઓરેન્જ એલર્ટ જારી છે. વલસાડ, દમણ, દાદરા-નગરમાં યલો એલર્ટ છે. અમદાવાદ, ગાંધીનગર, જામનગર, રાજકોટ, અમરેલી, ગીર, સોમનાથ, ભાવનગર, આણંદ, ભરૂચમાં પણ વરસાદ રહી શકે છે. રાજ્યમાં લો પ્રેશર અને અપર એર સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે. જેના કારણે વરસાદ પડી શકે છે.

ગુજરાતમાં ભારે વરસાદ ચાલુ છે; 5 જિલ્લાઓમાં અને બે સ્થળોએ ભારે વરસાદની આગાહી

24 કલાકમાં 226 તાલુકામાં વરસાદ

વરસાદી માહોલમાં ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 226 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ ચીખલીમાં 3.3, વલસાડમાં 2.8, જાંબુઘોડામાં 2.6, વાપીમાં 2.6, દ્વારકામાં 2.4, કપરાડામાં 2.3, ઉમરગામમાં 2.2, ગણદેવી-પ્રાંતિજમાં 2.1, ખેરગામ-લખપતમાં 1.9, પોરબંદર-ભરૂચ-વ્યારામાં 1.8, ધરમપુર-કરજણમાં 1.7 અને વડોદરા-પારડીમાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો છે.

હવામાન વિભાગે સોમવાર સવાર સુધી કચ્છ અને વલસાડ જિલ્લામાં કેટલાક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. આ સમયગાળા દરમિયાન, વાવાઝોડા અને વીજળીના કડાકા સાથે ભારે વરસાદની શક્યતા છે. આ ઉપરાંત, અન્ય તમામ જિલ્લાઓમાં ભારે વરસાદ માટે આગાહી જારી કરવામાં આવી છે. આવી સ્થિતિમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહિસાગર, નવસારી, વલસાડ, પોરબંદર, દ્વારકા જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. આ સમયગાળા દરમિયાન, હવામાન વિભાગે આ વિસ્તારોમાં વીજળીના કડાકા અને ૩૦-૪૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકવાની સાથે હળવા વાવાઝોડાની પણ આગાહી કરી છે.

પાલનપુર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ

બનાસકાંઠાના પાલનપુર અને આસપાસના ગ્રામ્યમાં વરસાદ ધોધમાર વરસાદ વરસ્યો છે. ગ્રામ્ય વિસ્તારમાં વરસાદથી હાલ ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. આજે સાંજે વરસાદ આવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. વરસાદ વરસતા બનાસકાંઠામાં બનાસ નદીમાં પાણીની આવક વધી છે. પાણીની આવક વધતા સ્થાનિકો ચિંતિત છે. બાળકોને શાળામાં ભણવા જઉ હોય તો માતા-પિતા ખભા પર બેસાડીને બાળકોને નદી ક્રોસ કરાવી શાળામાં મૂકવા જાય છે.

ઉત્તરકાશીમાં વાદળ ફાટ્યું, 9 લોકો ગુમ થયા

ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં વાદળ ફાટ્યું છે. આ ઘટના ઉત્તરકાશીના બરકોટ-યમુનોત્રી રોડ પર બલીગઢમાં થયો હતો. વાદળ ફાટવાની ઘટનાને કારણે એક નિર્માણાધીન હોટલ સ્થળને વ્યાપક નુકસાન થયું છે. આ સાથે નિર્માણાધીન હોટલ સાઇટ પર કામ કરતા 9 કામદારો ગુમ છે. પોલીસ, SDRF અને NDRFની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે, બચાવ કાર્ય ચાલુ છે.

આ પણ જુઓ : ખેત તલાવડી માટે ૨૪૦૦ થી વધુ ખેડૂતોની અરજીઓ મંજૂર : મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે ઓનલાઈન ડ્રો

Releated Posts

વલસાડ-છોટા ઉદેપુરમાં ધમાકે દાર વરસાદ: લાંબા વિરામ બાદ ચોમાસું ફરી સક્રિય

વલસાડ-છોટા ઉદેપુરમાં ધમાકેદાર વરસાદ વલસાડ જિલ્લામાં લાંબા વિરામ બાદ ચોમાસું ફરી સક્રિય બન્યું છે. મોડી રાતથી જ ધમાકેદાર…

ByByIshvar PatelAug 10, 2025

અંબાલાલ પટેલની આગાહી : 19થી 22 ઓગસ્ટ દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદની શક્યતા

ગુજરાત માટે એક મહત્વપૂર્ણ હવામાન સમાચાર સામે આવ્યા છે. જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી દિવસોમાં રાજ્યમાં ભારે…

ByByIshvar PatelAug 8, 2025

ગુજરાતમાં મેઘરાજાની તોફાની એન્ટ્રી: આગામી 72 કલાક ભારે વરસાદની ચેતવણી, અંબાલાલ પટેલની આગાહીથી ચકચાર

‎🌀 ગુજરાતીઓ સાવચેત રહેો! આગામી 72 કલાક ભારે વરસાદની આગાહી ☔‎ Gujarat Weather: હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની…

ByByIshvar PatelJul 27, 2025

ગુજરાતમાં ફરી મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, અનેક જિલ્લામાં ભારે વરસાદની આગાહી

અમદાવાદ, 27 જુલાઈ: રાજ્યમાં ફરી એકવાર મેઘરાજા ધમાકેદાર એન્ટ્રી માટે તૈયાર છે. હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી…

ByByIshvar PatelJul 27, 2025