આપણે ઉત્તર ગુજરાત વિસ્તાર, કચ્છનાં રાપર-ભચાઉ પંચક ઉપરાંત સૌરાષ્ટ્રનાં છૂટા છવાયા વિસ્તારમાં વવાયેલ ઇસબગુલનો પાક તૈયાર થઈ ખેડૂતનું ઘરમાં આવી ગયો ગત વર્ષની તુલનાએ વાવેતરમાં ઘટાડો હતો એટલે ઓછો પાક આવ્યો છે. જો કે તાપમાનની વધ-ઘટ સામે ઇસબગુલનો પાક માવઠાંની કહેરથી બચ્યો છે, તે ખેડૂતોમાટે સારા નશીબ કહી શકાય.
ઉત્તર ગુજરાત, રાપર કચ્છ અને સૌરાષ્ટ્રનાં છૂટા છવાયા વિસ્તારમાં વવાયેલ ઇસબગુલની મોસમ પુરી થઇ…
ઇસબગુલ મહત્વ ઔષધિય પાક છે. છેલ્લા એક દશકાથી ઇસબગુલની વિદેશી ડિમાન્ડ વધતી જાય છે, અગાઉ ૨૦૨૩નાં વર્ષે માંગ સામે આવકો ઘટતાં ભાવમાં કરંટ લાગ્યો હતો.
ઇસબગુલની બજાર સુધરીને એ વર્ષે પ્રતિ ૨૦ રૂ.૪૨૦૦ થી રૂ.૪૬૦૦ની સપાટીએ પહોંચી હતી. તેથી ગત શિયાળે ખેડૂતોએ જરા હટકે ઇસબગુલ પાર્ક વાવ્યો હતો, જેનાં બંપર ઉત્પાદનને લીધે ફરી બજાર ગઈ એટલે શિયાળે” વાવેતરમાં ખેડૂતોએ કાપ હતો. હારિજ પાર્ડનાં એક અગ્રણી વેપારી કહે છે કે આજે તા.૧૬, એપ્રિલનાં રોજ ૬૦૦ દાગીના ઇસબગુલની આવક સામે વેપાર થઈ ગયા હતા. એક્સ્ટ્રા સારો માલ રૂ.૨૩૦૦ થી રૂ.૨૪૫૦, સારો માલો રૂ.૨૦૦૦ થી રૂ.૨૨૦૦, એવરેજ માલ રૂ.૧૫૦૦ થી રૂ. ૨૦૦૦ અને ભુસી હલકા માલ 700 થી 1000 રૂપિયા ના ભાવે વેપાર હતા.
આજે સપ્તાહની તુલનાએ બજાર નરમ હતું. ઊંઝા યાર્ડ ખાતે આજે ૧૬, એપ્રિલનાં રોજ ઇસબગુલની ૨૪૦૦૦ બોરીની આવકમાંથી ૨૩૦૦૦ બોરીનો વેપાર થયો હતો.
પ્રતિ ક્વિન્ટલ ઇસબગુલની બજારમાં ફોરેન ક્વોલિટી રૂ. ૧૨૧૫૦ થી રૂ.૧૨૪૦૦, બેસ્ટ ફોરેન ક્વોલિટી રૂ.૧૨૫૦૦ થી પેકેટ ક્વોલિટી રૂ.૧૩૬૦૦ થી રૂ.૧૩૮૫૦, પેકેટ ક્વોલિટી રૂ.૧૪૫૦૦ થી રૂ.૧૪૭૫૦માં ભાવે વેપાર આવ્યા હતા. પેકેટ માલમાં ગત સપ્તાહની તુલનાએ બજાર ટકેલ સ્થિતિમાં હતી, પણ બાકીની સેમી પેકેટ અને ફોરેન ક્વોલિટીમાં બજાર ગત સપ્તાહની તુલનાએ ઘટેલ હતી.