WhatsApp Group Join Now
Telegram Group Join Now

ધોધમાર વરસાદ, બે કલાકમાં બે ઇંચ જેટલો પડ્યો ‎24 કલાકમાં 121 તાલુકામાં વરસાદ

ગઈ કાલે ગુજરાતના ઘણા સ્થળોએ વરસાદ પડ્યો હતો. ત્યારે આજે14 જુલાઈના દિવસે પણ ઘણા સ્થળે વરસાદની આગાહી છે. આજે સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગરમાં છૂટાછવાયા સ્થળે ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. અહીં વરસાદનું ઓરેન્જ એલર્ટ જારી છે. બનાસકાંઠા, મહેસાણા, પંચમહાલ, દાહોદ, અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગરહવેલીમાં વરસાદનું યલો એલર્ટ જાહેર છે.

ધોધમાર વરસાદ, બે કલાકમાં બે ઇંચ જેટલો પડ્યો

આજે સાબરકાંઠા જિલ્લામાં સવારે 6 થી 8 વાગ્યા દરમિયાન ચાર તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો.‎

દરમિયાન ખેડબ્રહ્મામાં બે કલાકમાં બે ઇંચ જેટલો ધોધમાર વરસાદ પડ્યો હતો. વિજયનગર, ઇડર અને વડાલીમાં પણ વરસાદી ઝાપટાં પડ્યા હતા.

‎24 કલાકમાં 121 તાલુકામાં વરસાદ

‎છેલ્લા 24 કલાકમાં 121 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ દાંતીવાડામાં સવા 6 ઇંચ, પાલનપુરમાં સવા 4 ઇંચ, ડીસામાં સાડા ત્રણ ઇંચ, ઉમરાળામાં પોણા ત્રણ ઇંચ વરસાદ પડ્યો છે. સાથે 24 તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. રાજ્યમાં દરિયા કાંઠે પવનની ગતિ વધુ રહેશે. તેથી માછીમારોને બે દિવસ દરિયો ના ખેડવા માટે સૂચના છે. આજથી રાજ્યમાં વરસાદનું જોર વધશે.‎

છોટાઉદેપુર જિલ્લામાં ધોધમાર વરસાદ

હવામાન વિભાગની આગાહી અનુસાર છોટા ઉદેપુર પંથકમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. જિલ્લામાં અત્યાર સુધી સિઝનનો સરેરાશ વરસાદ અડધાથી પણ વધુ ખાબકી ચૂક્યો છે.ત્યારે બે દિવસથી જિલ્લામાં વરસાદે વિરામ લીધા બાદ આજે વહેલી સવારે વરસાદનું જોરદાર આગમન થયું હતું. બીજી બાજુ વહેલી આવરણ અવરસદન પગલે જનજીવન પર તેની અસર વર્તાય તેવું જોવા મળી રહ્યું છે.