મસાલા પાક જીરાના ભાવમાં ધીમી ગતિએ સતત ઘટાડો થઈ રહ્યો છે, ઊંઝા માર્કેટયાર્ડમાં જીરાની આવકો ઓછી હોવા છતાં લેવાલીના અભાવે મંદિ તરફી માહોલ તેજ બન્યો છે, આજે બુધવારે ઊંઝા માર્કેટયાર્ડમાં અંદાજિત 5000 બોરી જીરાની આવક થઈ રહી હોવાનું વેપારીઓ જણાવ્યું હતું. હીરામાં સરેરાશ રૂપિયા 4600 થી 4,900 ની સપાટી વચ્ચે વેપાર થઈ રહ્યો છે. મોટાભાગના ખેડૂતોને રૂપિયા 5000 થી નીચેનો ભાવ મળી રહ્યો છે સુકો માલ અને બોલ્ડ દાણો હોય તો જ રૂપિયા 5,000 ની સપાટીએ વેપાર થાય છે.
હાલની સ્થિતિએ પણ વૈશ્વિક બજારમાં અન્ય દેશોના જીરાની સરખામણીએ ભારતીય જીરું પ્રમાણ માં સસ્તું છે. જોકે જીરાનો અશોક સારા એવા પ્રમાણમાં પડ્યો હોવાથી વાતોના કારણે બજારમાં લેવાલી નો અભાવ છે. સતત વરસાદી માહોલ બાદ હવે ઉઘાડ નીકળતા આ સપ્તાહે જીરાની આવકો થોડી વધવાની સંભાવના છે.
આજના ઊંઝા માર્કેટ યાર્ડ ના ભાવ
તા 07/08/2024 બુધવાર
જીરૂ | 4300 | 5300 |
વરિયાળી | 1015 | 3111 |
ઇસબગુલ | 2351 | 2751 |
તલ | 2025 | 2561 |
સુવા | 1425 | 1760 |
અજમો | 1900 | 2940 |
આ પણ વાંચો : ગુવાર ભાવ : ગુવારના ભાવમાં વધારો, જુઓ ગુવારના નવીનતમ ભાવ
આ પણ વાંચો : ઉત્તર ગુજરાત માર્કેટ યાર્ડ ના ભાવ | North (Uttar) gujarat market yard