ચણાની બજારમાં આજે ગણેશ ચતુર્થીના લીધે રજાનો માહોલ હતો અને ભાવમાં ખાસ કોઈ મોટી મુવમેન્ટ પણ નહોંતી. આયાતી ચણાના ભાવમાં આવતા દિવસોમાં આયત કેવી આવે છે તેનાં ઉપર આધાર રહેલો છે, તહેવારોની માંગ આવશે તો ચણાના ભાવ રૂ.૨૦૦થી ૫૦૦ની તેજી ગમે ત્યારે આવે તેવા સંજોગો દેખાય રહ્યા છે.
રાજકોટમાં દેશી ચણાની ૧૫૦૦થી ૧૬૦૦ કટાની આવક સામે ભાવ ગુજરાત મિલ્સ-૩ના રૂ.૧૪૧૦થી સુપર-૩માં રૂ.૧૪૩૫થી ૧૪૬૦, સારો માલ રૂ.૧૪૪૦ થી ૧૪૬૫ અને કોટાવાડ ૩.૧૩૫૦ થી ૧૬૦૦ ના ભાવ હતા.
કાબુલી ચણામાં બિટકીનો ભાવ રૂ. ૧૪૦૦થી ૧૫૦૦, વીટમાં રૂ.૧૯૫૦થી ૨૧००, એવરેજ ३.૧૮०० થી ૨૨૦૦ સારો રૂ.૨૦૦૦થી ૨૭૦૦ અને સુપરમાં રૂ. ૨૭૦૦થી ૩૦૦૦ના ભાવ છે.
ચણાના ભાવ રાજકોટમાં કોલ્ડના માલનાં રૂ.૭૫૫૦ અને વેરહાઉસનો ભાવ રૂ.૭૪૫૦ નો ભાવ હતો. ચણાની દાળના ભાવ મિલો મુજબ રૂ.૯૨૦૦થી ૯૫૦૦ હતા. નવી દિલ્હીમાં રાજસ્થાન લાઈનનાં ચણાનો ભાવ રૂ.૭૯૭૫ અને એમ.પી લાઈનનો ભાવ રૂ.૭૮૭૫ હતો ભાવમાં સ્થિરતા હતી.
દેશમાં દેશી ચણાની આવકો બહુ ઓછી હોવાથી સરેરાશ બજારનો મિશ્ર ટોન
તાન્ઝાનિયાનાં આયાતી દેશી જૂના ચણા ના ભાવ રૂ. 7150 નવા ચણા ના ભાવ 7350 ઓસ્ટ્રેલિયાનાં રૂ.7600 સદાનના કાબુલી ચણાનો ભાવ નવા ચણાના રૂ. 8100 હતા, આયાતી ચણા માં 100 રૂપિયા ઘટાડો થયો હતો,