તલની બજારમાં તેજીનો દોર યથાવત છે. શનિવારે કાળા તલમાં મણે રૂ.60થી 70 નો વધારો જોવા મળ્યોહતો. તલની બજારમાં વેચવાલી ઓછી છે અને સામે ખાનાર વર્ગની ઘરાકી નીકળી હોવાથી તલની બજારમાં તેજીનો ચમકારો જોવા મળ્યોછે.
તલના વેપારીઓ કહે છેકે પ્રીમિયમ ક્વોલિટીનાં તલમાં સમગ્રવિશ્વ લેવલે તેજી છે અને વૈશ્વિક બજારમાં ભાવ 200થી 250 ડોલર વધ્યાંહોવાથી લોકલમાં પણ કિલોએ રૂ.5 વધી ગયા છેઅને હજી પણ કિલોએ રૂ.4થી ૫ની તેજી આવે તેવા સંજોગો દેખાયરહ્યાં છે. તલની બજારમાં આગામી દિવસોમાં વેચવાલી કેવી આવે છે તેનાં ઉપર આગળની બજારનો આધાર રહેલ છે.
રાજકોટમાં સફેદ તલની 3000 કટ્ટાની આવક હતી ને ભાવ મિડીયમ હલ્દમાં રૂ.2150થી 2200, બેસ્ટહલ્દમાં રૂ.2225થી 2325 અને ઉનાળુ હલ્દનો ભાવ રૂ.2100થી 2250 હતો. પ્યોર કરિયાણાબર સફેદ તલમાં રૂ.2600થી 2800 હતા.
રાજકોટમાં કાળા તલના ભાવ રૂ.60થી 70 સારા હતાં. ઝેડ પ્રીમિયમ ક્વોલિટીમા રૂ.405થી 4100, ઝેડ બ્લેકમા રૂ.3850થી 3975 અને એવરેજ ભાવ રૂ.3250થી 3750 હતા. રાજકોટમાં 100 કટ્ટાની આવક હતી.
આ પણ જુઓ: તમે ઘઉં માટે DAP ખરીદવામાં છૂટી શકે છે પરસેવો જાણો DAPની આયાત કેટલી ઘટી છે
આ પણ જુઓ : સૌરાષ્ટ્રનાં ઉનાળુ સારા તલની બજારમાં ગમે ત્યારે સુધારાની સંભાવના