• Home
  • ખેતીવાડી સમાચાર
  • ખેત તલાવડી માટે ૨૪૦૦ થી વધુ ખેડૂતોની અરજીઓ મંજૂર : મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે ઓનલાઈન ડ્રો
Image

ખેત તલાવડી માટે ૨૪૦૦ થી વધુ ખેડૂતોની અરજીઓ મંજૂર : મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે ઓનલાઈન ડ્રો

પાણીની અછત ધરાવતા ગુજરાતના ૧૦ જિલ્લાના

કુલ ૨૪૦૦થી પણ વધુ ખેડૂતોની ખેત તલાવડી માટે ૫૦૦ માઈક્રોનના પ્લાસ્ટીક લેયર ફીટ કરવાની અરજીઓ મંજૂર થઈ

ગાંધીનગર ખાતે જળ સંપત્તિ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે ઓનલાઈન ડ્રો કરાયો હતો

રાજ્યમાં પાણીની અછત ધરાવતા ગુજરાતના ૧૦ જિલ્લાના તમામ તાલુકાઓમાં ખેત તલાવડીમાં જીઓમેમ્બ્રેન એટલે કે ૫૦૦ માઈક્રોનના પ્લાસ્ટીક લેયર ફીટ કરી આપવાની યોજના જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગ દ્વારા અમલી બનાવાઈ છે. આ યોજના હેઠળ ગુજરાતના ૧૦ જિલ્લાના ૬૦ તાલુકાઓની કુલ ૨,૪૧૯ ખેડૂતોની અરજીઓ

આ યોજના અંતર્ગત બનાસકાંઠા, મહેસાણા,પાટણ, કચ્છ, રાજકોટ, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, નર્મદા અને ડાંગનો ૧૦ જિલ્લાઓમાં સમાવેશ થાય છે. ખેડૂત ખાતેદારો દ્વારા આ યોજના અંતર્ગત લાભમેળવવા માટે તા. ૫-૫-૨૦૨૫ સુધીમાં ઓનલાઈન અરજી મંગાવવામાં આવી હતી. આ અરજીઓનો આજે જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે ગાંધીનગર ખાતેથી ઓનલાઈન ડ્રો કરવામાં આવ્યો હતો. યોજના અંતર્ગત પસંદ થયેલા ખેડૂતોના નામની યાદી જળ સંપત્તિ વિભાગની વેબસાઈટ પર પ્રકાશિત કરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ યોજનાથી અંદાજે ૧૨૫ લાખ ઘન મીટર વરસાદી પાણીનો સંગ્રહ થશે. જેના થકી ૨૫૦૦ હેકટર વિસ્તારને સપાટી જળથી સિંચાઈનો લાભ મળશે. રાજ્યમાં ભૂગર્ભ જળનું ખેંચાણ ઘટતા આ વિસ્તારોમાં ભૂગર્ભ જળની સ્થિતિમાં સુધારો થશે.

આ ઓનલાઈન ડ્રોમાં જળ સંપત્તિ વિભાગના ખાસ સચિવ શ્રી એમ. ડી. પટેલ તમામ ઝોનના મુખ્ય ઈજનેરશ્રીઓ તેમજ અધિકારીઓ હજાર રહ્યા હતા.

Releated Posts

મગફળીમાં ગળો: ખેડૂતો માટે અસરકારક નિયંત્રણ ઉપાય

ગુજરાતમાં મગફળીના પાકમાં ગળો જોવા મળ્યો. સમયસર નિયંત્રણથી ઉપજ બચાવો. જાણો Aphids નિયંત્રણની અસરકારક રીતો અને કીટક ઉપાયો.

ByByIshvar PatelAug 13, 2025

ક્યાં ખેડૂતોને મળે છે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાનો લાભ? જાણી લો સંપૂર્ણ માહિતી અને નિયમો

 પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાનો લાભ પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના શું છે? ભારત સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં અનેક યોજનાઓ…

ByByIshvar PatelAug 11, 2025

ખેડૂતો માટે ખુશખબર: ખાતર સંબંધિત ફરિયાદોના નિવારણ માટે રાજ્યભરમાં કંટ્રોલ રૂમ શરૂ

  ખેડૂતો માટે ખુશખબર: ગુજરાતના ખેડૂતો માટે એક આનંદદાયક સમાચાર આવ્યા છે. ખેતી નિયામકની કચેરીએ રાજ્યભરમાં ખાતર સંબંધિત…

ByByIshvar PatelAug 11, 2025

પાલનપુર બાયપાસ જમીન સંપાદન મામલે ખેડૂતોનો ઉગ્ર વિરોધ, ખેતરોમાં ખુંટ મારતાં તણાવ

  પાલનપુર બાયપાસ જમીન સંપાદન Keywords: પાલનપુર બાયપાસ, જમીન સંપાદન ગુજરાત, ખેડૂતોનો વિરોધ, ખોડલા ગામ, બાયપાસ વળતર, Gujarat…

ByByIshvar PatelAug 11, 2025