Breking News : અમરેલીના નવા માર્કેટિંગ યાર્ડમાં મોટી દુર્ઘટના બની છે. જ્યાં ઘઉંની બોરીઓ ઉતારતી વખતે પાંચ મજૂરો દટાયા હતા. જેમાંથી એક મજૂરનું મોત થયાના સમાચાર આવી રહ્યા છે. તો અન્ય ચાર ઇજાગ્રસ્ત મજૂરોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મહા મહેનતે બોરીઓની નીચે દબાયેલા મજૂરોને બહાર કાઢવામાં આવ્યા હતા. અકસ્માતના પગલે મજૂરો અને વેપારીઓમાં દોડધામ મચી ગઇ હતી.
અમરેલી: નવા માર્કેટ યાર્ડમાં દબાયા 5 શ્રમિકો
અમરેલી : નવા માર્કેટ યાર્ડમાં 5 શ્રમિકો દબાયા છે. વેપારીના ગોડાઉનમાં ઘઉંની બોરી ઉતારતા દુર્ઘટના બની છે. 5 પૈકી એક શ્રમિકનું મોત, અન્ય 4ને ઇજા પહોંચી છે. શ્રમિકોને અમરેલી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે.
ઘઉંની બોરીઓ ની થપી ધસી પડતા 5 મજૂરો દબાયાપ્રાપ્ત માહિતી પ્રમાણે અમરેલીના નવા માર્કેટીંગ યાર્ડમાં આવેલા વેપારીના એક ગોડાઉનમાં આજે શ્રમિકો ઘઉંની બોરીઓ ઉતારી રહ્યા હતા. ત્યારે અકસ્માતે ઘઉંની બોરીઓ ધસી પડતા 5 મજૂરો દબાયા હતા. જેમાં 1 નું મોત નિપજ્યું છે જ્યારે ચાર મજૂરો ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આ અકસ્માતમાં નવા ખીજજડીયા ગામના વિપુલ દિનેશભાઈ કનક નામના 30 વર્ષીય મજૂરનું મોત નિપજ્યું છે.
જ્યારે જયંતીભાઈ ભેસાણીયા, વિપુલ ભાઈ ગોહિલ, ધનસુખભાઈ ભેસાણીયા અને નટુભાઈ ભાલુ નામના 4 મજૂરોને ઈજા થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. માર્કેટીંગ યાર્ડના સેક્રેટરી તુષાર હાપાણીએ મીડિયાને જણાવ્યું હતું કે, વેપારીના ગોડાઉનમાં ઘઉંની મોટી થપ્પી કરેલી હતી જે ઉતારતા સમયે બનાવ બન્યો હતો.
આ પણ જુઓ : ડુંગળીના વાવેતરમાં 50%નો ઉછાળો આવતા મહિનામાં ભાવમાં ઘટાડો જોવા મળી શકે છે
આ પણ જુઓ : ટામેટાના બજારમાં તેજી ચાલુ છે આવક, ભાવ અને તેજી મંદીનો અહેવાલ જાણો