WhatsApp Group Join Now
Telegram Group Join Now

રેડ એલર્ટ: આભ તૂટી પડે તેવી આગાહી અંબાલાલ પટેલે ભારે વરસાદ ની આગાહી કરી છે

Advertisements
Advertisements

રાજયમાં વરસાદને લઈ હવામાન વિભાગે ફરી એકવાર ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં જણાવ્યું કે, રાજયના અનેક જીલ્લાઓમાં અતિભારે વરસાદ પડશે. બે દિવસ માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. દક્ષિણ ગુજરાતનાં વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ પાટણ, મહેસાણા, સુરત, તાપી અને ડાંગમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

અંબાલાલ પટેલે રાજ્યમાં આગામી તારીખ 17 થી 24 દરમ્યાન ભારે વરસાદ ની આગાહી કરી છે, તેમજ ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

8 ઓગસ્ટ: આવતી કાલે રાજ્યના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી અને વલસાડ જિલ્લાના મોટા ભાગના સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. આ સાથે સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લામાં સુરેન્દ્રનગર, રાજકોટ, ગીર સોમનાથ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, બોટાદ, કચ્છના ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.

9 ઑગસ્ટે ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ધીમીધારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જેમાં અમદાવાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, આણંદ, દ્વારકા, પંચમહાલ, અરવલ્લી, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર,નવસારી અને વલસાડ, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, જિલ્લાના મોટા ભાગના સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છના જિલ્લામાં સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, જામનગર, પોરબંદર, જૂનાગઢ, મોરબી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ, કચ્છના ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.

સૌરાષ્ટ્રનાં ઘણા ભાગોમાં છવાશે વરસાદી માહોલ

હવામાન નિષ્ણાંત અંબાલાલે જણાવ્યું હતું કે, ૧૪ થી ૧૬ ઓગસ્ટ દરમ્યાન દક્ષિણ ગુજરાતનાં અનેક તાલુકામાં વરસાદની શક્યતાઓ છે, તેમજ ૧૬ થી ૧૮ ઓગસ્ટ દરમ્યાન સૌરાષ્ટ્ર સહિતનાં ઘણા ભાગોમાં વરસાદ પડશે.

હોમ પેજક્લિક કરો
વોટ્સએપ ગ્રુપક્લિક કરો