• Home
  • વરસાદ ની આગાહી
  • અમદાવાદમાં “ભારે” આગાહી બે આગાહી, ગુજરાતમાં ભુક્કા બોલશે, વાવાઝોડાની શક્યતા
Image

અમદાવાદમાં “ભારે” આગાહી બે આગાહી, ગુજરાતમાં ભુક્કા બોલશે, વાવાઝોડાની શક્યતા

અમદાવાદમાં “ભારે” આગાહી

અમદાવાદમાં ગઈકાલ રાતથી વરસાદી માહોલ છવાયો છે. ત્યારે આજે પણ વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને બપોરના સમયે મેઘરાજાની પધરામણી થઈ હતી. ત્યારે હવામાન વિભાગે અમદાવાદ સહિત ઘણા જિલ્લાઓમાં આજે ભારે વરસાદની આગાહી કરી છે જેના પગલે તંત્ર એલર્ટ થયું છે અને લોકોને સાવચેતી રાખવા માટે અપીલ કરાઈ છે.

બે આગાહી, ગુજરાતમાં ભુક્કા બોલશે, વાવાઝોડાની શક્યતા

હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલ દ્વારા 5 તારીખ સુધી રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજા ફરી વખત ભુક્કા બોલાવશે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે પણ પાંચ દિવસ માટે ભારે વરસાદની આગાહી આપી છે. દરિયાકાંઠાના વિસ્તારમાં 45 કિમીની ઝડપે પવન ફુંકાવાની શક્યતા છે. વાવાઝોડા જેવી સ્થિતિની શક્યતા છે.

ડેમ ઓવરફ્લો, 24 ગામને એલર્ટ અપાયું

રાજ્યમાં ચોમાસુ જામ્યું છે વરસાદની તોફાની બેટિંગ જોતાં ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના કારણે રાજ્યના અનેક જળાશયો છલકાયા છે. વાંદાનો જૂજ ડેમ ઓવરફ્લો થતાં 24 ગામને અપાયું એલર્ટ આપ્યું છે. હાલમાં ડેમની સપાટી 167.55 મીટર સુધી પહોંચી છે. ડેમમાં 84.650 પાણીની આવક થઈ છે. એક તરફ ડેમમાં પાણીની આવક થતાં ખેડૂતોમાં ખૂશી તો બીજી તરફ નદી કિનારાના લોકોમાં ભયનો માહોલ છવાયો છે.

સાવધાની હટી તો દુર્ઘટના ઘટી જેવા દૃશ્યો

ચોમાસાની ઋતુમાં સમગ્ર દેશમાં વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગે સમગ્ર દેશમાં વરસાદ માટે એલર્ટ જારી કર્યું છે. મહારાષ્ટ્રમાં વરસાદી માહોલ વચ્ચે એક વીડીયો સામે આવ્યો છે. જેમાં થોડા સમય પહેલા હોર્ડિંગ પડવાની ઘટના બની હતી તેવી જ ઘટનાનો એક વીડિયો સામે આવ્યો છે. વીજળીના ચમકારા બાદ અચાનક પડેલા હોર્ડિંગ નીચે વાહનોને નુકશાન પહોંચ્યું હતું. સદનશીબે કોઈ જાનહાનિ થઈ ન હતી.

40 માસૂમના જીવ તાળવે ચોંટ્યા

હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે સુરત સહિત ઘણા જિલ્લાઓમાં વરસાદી માહોલ છવાયો છે. ત્યારે સુરતમાં વરસાદને કારણે ઠેર ઠેર રસ્તાઓનું ધોવાણ થઈ ગયું છે. દાંડી રોડ પર 30થી 40 બાળકો ભરેલી સ્કૂલ બસ અચાનક ખાડામાં ખાબકી હતી અને ત્રાસી થઈ ગઈ હતી. જો કે, સ્કૂલબસ ખાડામાં ખાબકતાં બાળકોએ ચીસાચીસ કરી હતી. સ્થાનિક લોકો તાત્કાલિક દોડી આવી બસની બારીના કાચ તોડી બાળકોને બહાર કાઢ્યા હતા.

Releated Posts

વલસાડ-છોટા ઉદેપુરમાં ધમાકે દાર વરસાદ: લાંબા વિરામ બાદ ચોમાસું ફરી સક્રિય

વલસાડ-છોટા ઉદેપુરમાં ધમાકેદાર વરસાદ વલસાડ જિલ્લામાં લાંબા વિરામ બાદ ચોમાસું ફરી સક્રિય બન્યું છે. મોડી રાતથી જ ધમાકેદાર…

ByByIshvar PatelAug 10, 2025

અંબાલાલ પટેલની આગાહી : 19થી 22 ઓગસ્ટ દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદની શક્યતા

ગુજરાત માટે એક મહત્વપૂર્ણ હવામાન સમાચાર સામે આવ્યા છે. જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી દિવસોમાં રાજ્યમાં ભારે…

ByByIshvar PatelAug 8, 2025

ગુજરાતમાં મેઘરાજાની તોફાની એન્ટ્રી: આગામી 72 કલાક ભારે વરસાદની ચેતવણી, અંબાલાલ પટેલની આગાહીથી ચકચાર

‎🌀 ગુજરાતીઓ સાવચેત રહેો! આગામી 72 કલાક ભારે વરસાદની આગાહી ☔‎ Gujarat Weather: હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની…

ByByIshvar PatelJul 27, 2025

ગુજરાતમાં ફરી મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, અનેક જિલ્લામાં ભારે વરસાદની આગાહી

અમદાવાદ, 27 જુલાઈ: રાજ્યમાં ફરી એકવાર મેઘરાજા ધમાકેદાર એન્ટ્રી માટે તૈયાર છે. હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી…

ByByIshvar PatelJul 27, 2025