સૌથી મોટી દુર્ઘટનાના દ્રશ્યો
- આણંદ વડોદરાને જોડતો બ્રિજ તૂટી પડ્યો
- મહીસાગર નદી પર આવેલ ગંભીરા બ્રિજ તૂટ્યો
- આણંદ થી વડોદરાને જોડતો મહત્વનો માર્ગ
- વડોદરા તરફ નો એક સ્લેબ નદીમાં પડ્યો
- સ્લેબ તૂટી પડતા કેટલાક સાધનો પણ નદીમાં ખાબકયા
- જર્જરિત હાલતમાં હોવાના કારણે બની ઘટના
- કેટલા સાધનો નદીમાં ખાબક્યા તેની તપાસ હાથ ધરવામાં આવી
- બ્રિજ તૂટ્યો, ટ્રક અને ટેન્કર નદીમાં ખાબક્યા
આજે સવારે આણંદ અને વડોદરા જિલ્લાને જોડતો ગંભીરા બ્રિજ તૂટી પડ્યો છે. બ્રિજ તૂટતા એક ટ્રક અને ટેન્કર સહિત એક મહિલા પણ નદીમાં ખાબક્યા છે . આણંદ જિલ્લાને વડોદરા જિલ્લાથી જોડતો મહત્વનો બ્રિજ વચ્ચે થી જ તૂટી પડ્યો છે. મહિસાગર નદી પર આવેલો ગંભીરા બ્રિજ વહેલી સવારે તૂટી પડ્યો હતો. આ બ્રિજ તૂટી પડતાં આણંદથી વડોદરા, ભરૂચ અને અંકલેશ્વરનો સંપર્ક તૂટ્યો છે.

બ્રિજ દુર્ઘટનામાં 3ના મોત
ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં ત્રણ લોકોના મોત નિપજ્યાં છે. વર્ષો જૂનો ગંભીરા બ્રિજ ખખડધજ બન્યો હતો. સમગ્ર ઘટનામાં 4 લોકો નદીમાં ખાબક્યાની આશંકા સેવાઈ રહી છે.પાદરા પોલીસ અને ફાયર ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. તરવૈયા અને સ્થાનિકોની મદદથી બચાવ કામગીરી ચાલુ કરાઈ છે. 1981માં બ્રિજનું નિર્માણ કરાયું હતું અને 1985માં બ્રિજને ખુલ્લો મુકાયો હતો.
બ્રિજ દુર્ઘટના અંગે સ્થાનિકોનો ગંભીર ખુલાસો!

મધ્ય ગુજરાતને સૌરાષ્ટ્ર સાથે જોડતો 45 વર્ષ જૂનો ગંભીરા બ્રિજ તૂટી પડતા, સ્થાનિક લોકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળ્યો છે. તેમણે આક્રોશપૂર્વક જણાવ્યું કે, “અમે 45 વર્ષ જૂના ગંભીરા બ્રિજના સમારકામ માટે તંત્રનું અનેક વખત ધ્યાન દોર્યું હતું, પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા આજે આ દુર્ઘટના સર્જાઈ છે.” લોકોએ સ્પષ્ટપણે આક્ષેપ કર્યો કે, “આ દુર્ઘટના માટે માત્ર ને માત્ર તંત્ર જ જવાબદાર છે.”
બ્રિજ દુર્ઘટના: NDRFની એક ટીમ રવાના
વડોદરાના પાદરામાં ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં કુલ 7 લોકો નદીમાં ખાબક્યા હતાં. આ ઘટનામા 3 લોકોના મોત નિપજ્યાં છે અને 5 લોકોની શોધખોળ હાથ ધરાઈ છે. બચાવ કામગીરી અને રેસ્ક્યુ માટે NDRFની ટીમ રવાના કરવામાં આવી છે
બ્રિજ દુર્ઘટના: CMએ આપ્યા તપાસના આદેશ
વડોદરાના પાદરામાં આવેલા મહીસાગર નદીના બ્રિજ તૂટવાની ઘટનામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તપાસના આદેશ આપ્યા છે. આરોગ્ય પ્રધાને જણાવ્યુ છે કે 4થી 5 વાહનો પાણીમાં ખાબક્યા હોવાનું જણાવ્યુ છે. જણાવી દઈએ કે પાદરામાં ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં કુલ 7 લોકો નદીમાં ખાબક્યા હતાં. આ ઘટનામા 3 લોકોના મોત નિપજ્યાં છે અને 5 લોકોની શોધખોળ હાથ ધરાઈ છે.
બ્રિજ દુર્ઘટનાનો આ વીડિયો તમને હલાવી દેશે

આજે સવારે મહીસાગર નદી પરનો ગંભીરા બ્રિજ તૂટી પડ્યો. આ દુર્ઘટનામાં 2 લોકોના મૃત્યુ થયાના સમાચાર છે અને 10થી વધુ લોકો ઘાયલ થયા છે. બચાવ અને રાહત કામગીરી ચાલુ છે. ઘટના બાદના ઘણા વીડિયો સામે આવી રહ્યા છે. જેમાં એક વીડિયો અત્યંત પીડાદાયક છે. બ્રિજ તૂટવાથી પાણીમાં પડેલી એક મહિલા જીવ બચાવવા માટે મદદ માંગી રહી છે. મહિલા રડી રહી છે અને બચવા માટે બૂમો પાડે છે.
પુલ દૂર્ઘટના અંગે સરકારને વેધક સવાલ
આ પુલની હાલત અંગે કોંગ્રેસના અમિત ચાવડાએ સરકારને ઘણી વાર જાણ કરવામાં આવી હતી. તો આ પુલનું સમારકામ કેમ ન કરાયું?મોરબી પુલ દુર્ઘટના પછી, ગુજરાતના તમામ પુલોનું નિરીક્ષણ કરવાના આદેશ આપવામાં આવ્યા હતા, તેમાં આ પુલનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું? સરકારની બેદરકારીના કારણે આમ આદમીનો ક્યાં સુધી ભોગ લેવાતો રહે
આ પણ વાંચો: શું પીએમ કિસાન યોજનાનો 20મો હપ્તો આ મહિને આવશે? આ મહત્વપૂર્ણ વિગતો ઝડપથી વાંચો