ગાંધીનગરમાં કૃષિમંત્રીની અધ્યક્ષતામાં બેઠક, 2024-25 માટે ખરીફ પાકના MSP નક્કી થશે. ખેડૂતો શું અપેક્ષા રાખે છે જાણો વિગતવાર.
ગુજરાતમાં ખેડૂતો માટે એક મહત્વનો નિર્ણય આવતીકાલે થવાનો છે. ગાંધીનગરમાં કૃષિમંત્રીની અધ્યક્ષતામાં ખાસ બેઠક યોજાશે જેમાં વર્ષ 2024-25 માટે ખરીફ પાકના ટેકાના ભાવ (MSP) નક્કી કરવા અંગે ચર્ચા થશે.
ખેડૂતોની મુખ્ય અપેક્ષા
ખેડૂતોનું મુખ્ય માનવું છે કે પાક બજારમાં પહોંચે ત્યાં સુધીમાં થતો ખર્ચ તેમની આવક કરતા ઓછો હોવો જોઈએ. હાલની પરિસ્થિતિ એવી છે કે ખર્ચા અને આવક વચ્ચેનું અંતર વધતું જાય છે.
- ઘણા વખત તો સરકાર જાહેર કરેલા ટેકાના ભાવ કરતા ઓપન માર્કેટમાં વધારે ભાવ મળતા હોય છે.
- ગયા વર્ષે કપાસ અને મગફળી જેવા પાકમાં ખેડૂતોને સારું વળતર મળ્યું હતું.
- આ વર્ષે પણ ખેડૂતો આશા રાખે છે કે કેન્દ્ર સરકાર MSPમાં યોગ્ય વધારો કરશે.
બેઠકમાં શું થશે?
👉 કૃષિ વિભાગના અધિકારી
👉 કિસાનસંઘના આગેવાનો
👉 રાજ્ય સરકારના પ્રતિનિધિઓ
બધા મળી ખરીફ પાકના વાવેતરની સમીક્ષા કરશે અને ખેડૂતોની માંગણીઓ સાંભળી પછી કેન્દ્રને ભલામણ મોકલવામાં આવશે.
આ પણ જુઓ : કિસાન ક્રેડિટ કાર્ડ યોજના – ખેડૂત માટે સહેલાઈભર્યો લોનનો માર્ગ
2023-24 માટેના ટેકાના ભાવ (MSP)
- કપાસ : ₹1324/મણ
- મગફળી : ₹1275/મણ
- ડાંગર : ₹436/મણ
- જુવાર : ₹636/મણ
- મકાઈ : ₹418/મણ
- અડદ : ₹1390/મણ
- બાજરી : ₹500/મણ
- તુવેર દાળ : ₹1400/મણ
- સોયાબીન : ₹920/મણ
- તલ : ₹1727/મણ
ખેડૂતો માટે આવતીકાલનો દિવસ મહત્વનો કેમ?
આ બેઠકમાં લેવામાં આવનારા નિર્ણયો સીધા ખેડૂતોની આવક સાથે જોડાયેલા છે. વરસાદની અનિયમિતતા કારણે આ વર્ષે પાકને અસર પહોંચી છે. તેથી ખેડૂતોની આશા છે કે સરકાર તેમની મહેનતને અનુરૂપ ટેકાના ભાવમાં વધારો કરીને તેમને સાચો ન્યાય આપશે.
ખરીફ પાકના ભાવ 2024-25, MSP Gujarat, કૃષિમંત્રી બેઠક, ખેડૂત અપેક્ષા, કપાસ મગફળી MSP, તુવેર MSP, ચોમાસું પાક,